લેખક ગુજરાતના વલસાડ જિલ્લાના અંજલાવ ગામના વતની છે.લેખક મૂળ મનોવિજ્ઞાનનો જીવ છે.સ્નાતક કક્ષાએ તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા છે. હાલ તેઓ મનોવિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વલસાડ જિલ્લામાં ફરજ નિષ્ઠ છે.તથા કાઉન્સેલર તરીકે પણ સેવા આપે છે.તેઓ બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વલસાડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાતી આત્મવિશ્વાસ હેલ્પલાઇનના કાઉન્સેલર તરીકે પણ સક્રિય ભૂમિકા અદા કરી ચૂક્યા છે. તથા મનોવિજ્ઞાન વિષયના નિષ્ણાત તરીકે પણ ફરજ બજાવે છે.
તેઓ ‘વક્તા’ અને ‘નિર્ણાયક’ તરીકેની સેવા બજાવી રહ્યા છે.સાથે જ કાર્યક્રમ સંચાલક( એન્કર )પણ છે. શાસ્ત્રીય સંગીતના પણ અભ્યાસુ છે. મૂળ કેળવણીના જીવ અને અભાવગ્રસ્ત જીવન વ્યાપન થયું હોવાથી તેમજ
નાણાકીય અભાવથી કેટલીક હાથવગી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત ના કરી શક્યા ના વશવસાથી ‘ હું તો ના કરી શક્યો પણ મારા જેવા અન્ય વિદ્યાર્થીનું સપનું અધૂરું ના રહે ‘ એ ઉચ્ચ ભાવના સાથે જરૂરિયાત મંદ વિદ્યાર્થીની ઉજવળ શૈક્ષણિક સફર માટે ક્ષમતાનુસાર ‘દત્તક ‘ લઈ ‘શૈક્ષણિક યજ્ઞ ‘ પણ ચલાવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં સંસ્કાર, મૂલ્ય આદર્શ,સ્થાપિત થાય અને સમાજમાં ઉચ્ચ વિચાર પ્રસરે તેમજ સ્વસ્થ માનવ મન અને સમાજનું નિર્માણ થાય એ માટે તેઓની કલમ સતત કાર્યરત છે.